કોણ હતા બિપિન રાવત ?

By apnugujrat Dec9,2021

કોણ હતા બિપિન રાવત ?

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (સીડીએસ બિપિન રાવત)એ ભારતીય સેનાની સેવામાં લાંબો સમય વિતાવ્યો છે, તેઓ ઊંચાઈ પર લડવામાં નિષ્ણાંત રહ્યાં છે

બિપીન રાવત આર્મીમાં ઉંચાઈની લડાઈ અને બળવાખોરી વિરોધી કામગીરીના નિષ્ણાંત તરીકે ઓળખાય છે.

2016માં ઉરીમાં સૈન્ય શિબિર પર થયેલા આંતકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં આંતકવાદી શિબિરોને નષ્ટ કરવા માટે આવેલી સર્જીકલ સ્ટ્રાઈક આર્મી ચીફ જનરલ બિપિન રાવતની આગેવાનીમાં કરવામાં આવી હતી

આર્મી સર્વિસ દરમિયાન તેમણે એલઓસી, ચાઈના બોર્ડર અને નોર્થ ઈસ્ટમાં લાંબો સમય વિતાવ્યો છે.

બિપિન રાવત કાશ્મીર ખીણમાં નેશનલ રાઈફલ્સમાં બ્રિગેડિયર અને બાદમાં ઈન્ફન્ટ્રી ડિવિઝનમાં મેજર જનરલ તરીરે આદેશ આપ્યો હતો.સાઉથ કમાન્ડની કમાન સંભાળી હતી.

તેમણે પાકિસ્તાન તેમજ વાયુસેના અને નૌકાદળ સાથે પશ્ચિમી સરહદ પર મેકનાઈજેડ -વોરફેરનું સંકલન કર્યું હતું

બિપિન રાવતે ચીનની સરહદ પર કર્નલ તરીકે ઈન્ફન્ટ્રી બટાલિયનની કમાન પણ સંભાળી છે.

બિપિન રાવતે ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં સ્વર્ડ ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો છે.

રાવત ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ તેમજ ભારતીય સેનાના 27માં આર્મી ચીફ તરીકે સેવા આપી ચૂક્યાં છે.

બિપિન રાવત ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી મિલિટરી મીડિયામાં સ્ટડીઝમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી

જય હિંદ

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x