ભારતનું બંધારણ

બંધારણ
📌 ભારતનું બંધારણ
━──────⊱◈✿◈⊰───────━
1) મૂળભૂત અધિકારોનો રક્ષક કોણ છે ? – સુપ્રિમ કોર્ટ
2) સમાનતાનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આવે છે ? – અનુચ્છેદ 14 થી 18
3) બંધારણ સભાની બેઠક ક્યારે મળી ? – 9 ડીસેમ્બર. 1946
4) ભારતીય બંધારણ કેટલા વિભાગોમાં વિભાજીત છે ? – 22
5) પ્રથમ બેઠકના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા ? – ડૉ. સચ્ચિદાનંદ સિંહા
6) મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદો હતા ? – 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ
7) બંધારણ ઘડવા માટે કેટલી સમિતિઓ રચવામાં આવી હતી ? – 13
8) કટોકટીની જોગવાઈ કયા દેશનાં બંધારણમાંથી લેવામાં આવી છે ? – જર્મની
9) બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા ? – શ્રી બી.એન.રાવ
10) ભારતના બંધારણમાં પુખ્ત મતાધિકાર કેટલા વર્ષે આપવામાં આવ્યો છે ? – 18 વર્ષ

11) ઉપરાષ્ટ્રપતિ પદની વ્યવસ્થા કયા દેશનાં બંધારણમાંથી લેવામાં આવેલ છે ? – અમેરિકા
12) બંધારણનું અંતિમ વાંચન ક્યારે કરવામાં આવ્યું ? – 15મી નવેમ્બર 1949
13) બંધારણને દેશ માટે ક્યારે લાગું કરવામાં આવ્યું -26મી જાન્યુઆરી 1950
14) બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે થઈ ? – 24મી નવેમ્બર 1949
15) ભારતીય બંધારણમાં સંસદીય પ્રણાલી કયા દેશ પાસેથી લેવામાં આવી છે ? – બ્રિટન
16) બંધરણ સભાની ડ્રાફટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? – ડૉ. ભીમરાવ આંબેડકર
17) બંધારણના નિર્માણમાં કેટલો સમય લાગ્યો હતો ? – 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ
18) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને અનુસૂચિઓ છે ? – 444 અનુચ્છેદો અને 12 અનુસૂચિઓ
19) બંધારણની પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? – સરદાર વલ્લભભાઈ પટેલ
20) સંસદના ઉપલાગૃહને શું કહેવામાં આવે છે ? – રાજ્યસભા

21) ભારતમાં સૌપ્રથમ બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો ? – 1951 માં
22) બંધારણ ઘડવાનો કુલ અંદાજિત ખર્ચ કેટલો થયો હતો ? – 64 લાખ
23) સર્વોચ્ય ન્યાયાલયની સ્થાપના અને શક્તિઓ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ? – અમેરિકા
24) ‘આમુખ’ ને ભારતીય બંધારણનો આત્મા કોણે ગણાવ્યું છે ? – પંડિત જવાહરલાલ નહેરુ
25) આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે ? – ચાર સિંહોની મુખાકૃતિ
26) સંસદના ઘટકો કયા કયા છે ? – રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતી
27) બંધારણના કયા અનુચ્છેદને ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણનો આત્મા ગણાવે છે ? – અનુચ્છેદ-32
28) એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે ? – રાજ્યપાલ
29) સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારતમાં કયા એક્ટ નીચે કરવામાં આવી ? – 1773 રેગ્યુલેટીંગ એક્ટ
30) નવા રાજ્યની રચના કરવા અંગેનું વિધેયક સંસદમાં રજૂ કરતાં પહેલાં કોની મંજૂરી અનિવાર્ય છે ? – રાષ્ટ્રપતિ

31) ક્ટોકટી સમયે લોકસભાની અવધિ કેટલા સમય માટે વધારી શકાય ? – એક વર્ષ
32) આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ શું છે ? – સત્યમેવ જયતે
33) ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ? – વાઘ
34) નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે ? – હોદ્દાની રૂએ વડાપ્રધાન
35) ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે ? – રાષ્ટ્રપતિ
36) ભારતીય નાગરિક્ત્વ મેળવવાની કેટલી રીતો દર્શાવવામાં આવી છે ? – 5 રીતો
37) રાજ્યસભાના કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ? – 12
38) ભાષા આધારિત સ્થાપિત થનાર પ્રથમ રાજ્ય કયું છે ? – આંધ્રપ્રદેશ
39) બંધારણની કઈ કલમ પ્રમાણે રાષ્ટ્રપતી વટહુકમ બહાર પાડી શકે છે ? – કલમ 123
40) સંસદનું કયું ગૃહ કાયમી ગણાય છે ? – રાજ્યસભા

41) ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદો હેઠળ આપેલ છે ? – અનુચ્છેદ 25 થી 28
42) ‘સત્યમેવ જયતે’ કઈ લીપીમાં લખાયેલું છે ? – દેવનાગરી લીપી
43) આપણું રાષ્ટ્રીય ગીત કયું છે ? – વંદે માતરમ્
44) ‘વંદે માતરમ્’ ના રચયિતા કોણ છે ? – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
45) ‘વંદે માતરમ્’ ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ? – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નામની 
નવલકથામાંથી
46) ભારતીય બંધારણમાં કટોકટીનો ઉલ્લેખ કયા અનુચ્છેદોમાં કરવામાં આવ્યો છે ? – અનુચ્છેદ 352, 356, 360
47) મૂળભૂત ફરજોની જોગવાઈ કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? – અનુચ્છેદ 51-એ
48) રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સુપ્રત કરે છે ? – ઉપરાષ્ટ્રપતિ
49) આપણું રાષ્ટ્ર ગાન કયું છે ? – જન ગણ મન
50) ‘જન ગણ મન’ ના કર્તા કોણ છે ? – રવીનદ્રનાથ ટાગોર

51) ‘જન ગણ મન’ રાષ્ટ્ર ગાનનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો ? – 24 જાન્યુઆરી 1950
52) ‘જન ગણ મન’ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ? – ગીતાંજલીમાંથી
53) ‘જન ગણ મન’ રાષ્ટ્રગાન કેટલા સમયમાં પુરુ કરવાનું હોય છે ? – 52 સેકન્ડમાં
54) કયા અનુચ્છેદ પ્રમાણે રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગું કરી શકે ? – અનુચ્છેદ 356 અને અનુચ્છેદ 
365
55) રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા- મહાભિયોગની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ? – અનુચ્છેદ 61
56) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? – અશોકના સારનાથના સ્તંભમાંથી
57) કમ્પટ્રોલર અને ઓડિટર જનરલની હોદ્દાની મુદત કેટલા સમયની હોય છે ? – 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમરે 
પહોંચે ત્યાં સુધી
58) એટર્ની જનરલની મુદત કેટલા સમય માટે હોય છે ? – રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
59) ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગીત સૌ પ્રથમ ક્યારે ગાવામાં આવ્યું હતું ? – રાષ્ટ્રીય કોંગ્રેસના 1896ના અધિવેશનમાં
60) રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે ? – રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

61) ‘સત્યમેવ જયતે’ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ? – મુંડકોપનિષદ
62) જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે ? – કુલ 22, 15 લોકસભામાંથી અને 7 રાજ્યસભામાંથી
63) ચૂંટણીનું પ્રચારકાર્ય ક્યારથી સમાપ્ત થાય છે ? – ચૂંટણીની તારીખથી 36 કલાક પહેલાં
64) કયા બંધારણીય સુધારાથી પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકારમાં સ્થાન આપવામાં આવ્યું છે ? – 86 મા 
બંધારણીય સુધારાથી
65) રાષ્ટ્રપતિ નાણાં બીલને પુનવિચારણા માટે સંસદને પરત મોકલી શકે ? – ના મોકલી શકે
66) કયા રાજ્યોમાં વિધાન પરિષદની વ્યવસ્થા છે ? – બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, 
આંધ્રપ્રદેશ અને જમ્મુ કાશ્મીર
67) રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ ? – 35 વર્ષ પૂરાં કરેલ 
હોવાં જોઈએ.
68) વિધાન પરિષદના કેટલા સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે છે ? – વિધાન પરિષદના 1/6 સભ્યોને
69) સેન્ટ્રલ વિજિલન્સ કમિશનનું કાર્ય શું છે ? – ઉચ્ચ ક્ષેત્રે થતા ભ્રષ્ટાચારની ઘટનાઓની તપાસ કરવાનું
70) કયા અનુચ્છેદ દ્વારા જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો ? – અનુચ્છેદ 370

71) સંસદની કાર્યવાહી ચાલું રાખવા માટે ‘કોરમ’ માટે કેટલા સભ્યોની જરૂર હોય છે ? – બન્ને ગૃહમાં કુલ 
સભ્યોના દસ ટકા સભ્યોની હાજરી
72) રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ? – હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ
73) કયા બંધારણીય સુધારા હેઠળ મતદાન કરવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી ? – 61મો 
બંધારણીય સુધારો-1989
74) રાજ્યની બધી જ યુનિવર્સિટીઓના કુલપતી કોણ ગણાય છે ? – હોદ્દાની રૂએ રાજ્યપાલ
75) ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ? – મોર
76) લોકસભાના સભ્યપદ માટે ઉંમર મર્યાદા કેટલી છે ? – ઓછામાં ઓછી 25 વર્ષ
77) રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કોણ કરી શકે ? – સંસદ
78) લોકસભાના અધ્યક્ષને શું કહેવામાં આવે છે ? – સ્પીકર
79) હાલમાં ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ? – 182
80) આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે ? – કમળ
81) રાજનીતિના

માર્ગદર્શક સિંદ્ધાતોનો અમલ અદાલત દ્વારા કરાવી શકાય છે ? – ના
82) હાલમાં ગુજરાત રાજ્યને લોકસભામાં કેટલી બેઠકો ફાળવેલ છે ? – 26
83) સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે ? – લોકસભા
84) રાજ્યસભામાં સભ્યોની વધુમાં વધુ સંખ્યા કેટલી હોય છે ? – 250
85) રાજ્યની ધારાસભાના કયા ગૃહનું વિસર્જન થતું નથી ? – વિધાન પરિષદ
86) લોકસભાના ઉમેદવાર માટે ઉંમર મર્યાદા કેટલી છે ? – ઓછામાં ઓછી 30 વર્ષ
87) પક્ષપલટા વિરોધી જોગવાઈ કઈ અનુસૂચિમાં છે ? – દસમી
88) કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલો સમય રહી શકે ? – ત્રણ વર્ષ
89) અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ ક્યારે બન્યું ? – 1955માં
90) સંઘની કારોબારી શક્તિ કોની પાસે રહેલી છે ? – રાષ્ટ્રપતિ

91) ભારતના સૈન્યના બંધારણીય વડા કોણ છે ? – રાષ્ટ્રપતિ
92) ભારતનાં બંધારણીય વડા કોણ છે ? – રાષ્ટ્રપતિ
93) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ? – કોઈ નહી
94) રાજ્ય વિધાનસભાના નીચલા ગૃહને શું કહેવામાં આવે છે ? – વિધાન પરિષદ
95) રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે ? – 6 વર્ષની
96) રાષ્ટ્ર ચિહ્નમાં કેટલા સિંહો છે ? –ચાર
97) આયોજન પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી ? – 15 માર્ચ 1950
98) કેન્દ્ર-રાજ્યના નાણાકીય સંબંધો કોણ નક્કી કરે છે ? – નાણાપંચ
99) એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ? – નાણા મંત્રાલયના સચિવના
100) રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે ? – વિધાનસભાને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *