FIFA દ્વારા ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો – apnugujrat.in

Current affairs with GK
FIFA દ્વારા ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો – apnugujrat.in

FIFA દ્વારા લગાવવામાં આવેલો ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તેને હવે હટાવી દેવામાં આવ્યો છે. આથી હવે ફિફા અંડર-17 વર્લ્ડકપ ભારતમાં 11 થી 30 ઓક્ટોમ્બર દરમિયાન યોજવામાં આવશે. 
શા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ? 
➡ ફિફાના નિયમો અને બંધારણના ગંભીર ઉલ્લંઘનને લીધે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 
➡ 16 ઓગસ્ટે FIFAએ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ને સસ્પેન્ડ કર્યું હતું. આવું 85 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું હતું કે FIFAએ AIFF આવું કર્યું હોય. 

FIFA વિશે માહિતી : 
 FIFA એ એસોસિએશન ફૂટબોલ, બીચ ફૂટબોલ અને ફુટસલની આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ છે
 પૂરું નામ : ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ
 સ્થાપના : 21 મે 1904 (પેરિસ, ફ્રાન્સ)
 વડુંમથક : ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ
 2022નો ફિફા વર્લ્ડકપ કતારમાં યોજવામાં આવશે. 
 2026નો ફિફા વર્લ્ડકપનું આયોજન યુએસએ, કેનેડા અને મેક્સિકો ખાતે સંયુક્ત રીતે કરવામાં આવશે.  

AIFF વિશે માહિતી : 
 ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન એ ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ ભારતમાં ફૂટબોલનું સંચાલન કરતી સંસ્થા છે.
 પૂરું નામ : ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન 
 સ્થાપના : 23 જૂન 1937
 વડુંમથક : નવી દિલ્હી ખાતે 

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. – Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *