PM મોદીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું લોકાપર્ણ કર્યું – apnugujrat.in

Current affairs with GK
PM મોદીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું લોકાપર્ણ કર્યું – apnugujrat.in 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમની મુલાકાતના પ્રથમ દિવસે, વડાપ્રધાને સાંજે સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ‘ખાદી ઉત્સવ’ કાર્યક્રમમાં સભાને સંબોધિત કરી હતી. તે જ સ્થળેથી વડાપ્રધાને ફૂટ ઓવર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ : 
 નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે 
 અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું લોકાપર્ણ કર્યું અને ખાદી ઉત્સવમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. 
 તેમજ નરેન્દ્ર મોદી સાહેબે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની વાડજ ખાતે બનેલી નવા બિલ્ડિંગનું પણ લોકાપર્ણ કર્યું છે. 
 તેમજ કચ્છના ભુજ ખાતે તૈયાર થયેલા સ્મૃતિ વનનું ઉદ્ઘાટન કર્યું છે. 

અટલ બ્રિજ વિશે જાણવા જેવી બાબતો : 
➡ આ બ્રિજ, આકર્ષક ડિઝાઇન અને LED લાઇટિંગ સાથે, લગભગ 300 મીટર લાંબો અને મધ્યમાં 14 મીટર પહોળો છે.
➡ આ પુલ 2,600 મેટ્રિક ટન સ્ટીલ પાઇપનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. 
➡ આ ફુટ બ્રિજથી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારને જોડશે.
www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. – Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *